છેલ્લી ઈચ્છા

આજે ફરીથી એની યાદ આવી પણ આ વખતે એની યાદ મારી આંખોમાં આંસુ ના લાવી કે ના મનમાં ઉદાસી અનુભવાઈ. બસ એક અલગ જ શાંતિ હતી મારા મનમાં જાણે હવે બધું મૂકી દેવું છે. બહું થયો આ દેહનો સાથ હવે આ આત્માના સથવારે એની પાસે જવું છે. પણ એની પાસે જવું કેવી રીતે એ તો મારાથી ખૂબ જ દૂર છે. મે સામેથી એણે મારાથી દૂર કરી છે અને હું એ પણ જાણું છું કે એ મને ક્યારેય માફ નહિ કરે. માફી માંગુ તો પણ ક્યાં મોઢે માફી માંગવી મારે, કદાચ એ હક પણ હું ગુમાવી ચૂક્યો છું.

છતાં પણ હૃદયના એક નાનકડા ખૂણામાં હજીએ એની યાદોને સંઘરી રાખી છે. જ્યારે પણ એની યાદ આવે ત્યારે એ યાદોને ફરીથી જીવી લઉં છું અને મનોમન એણે યાદ કરી લઉં છું. હજીએ યાદ છે મને જ્યારે એ પહેલીવાર મળી હતી મને, એક નિર્દોષતા હતી એની આંખોમાં, એની સરળતા જોઈને જ તો મારું મન એના તરફ ખેંચાવા લાગ્યું હતું. એ જ્યારે પણ મારી પાસે હોય ત્યારે બધું જ શાંત લાગતું, એના વ્યક્તિત્વ ની અસર હતી એ કે ક્યારેય એની સામે મે ગુસ્સો નથી કર્યો.

એ મને હંમેશા કહેતી કે ગમે તે થાય તું આમ જ રહેજે ક્યારેય બદલાતો નહિ. જ્યારે મનમાં ને મનમાં હું બોલી જતો કે તું હંમેશા મારી સાથે રહેજે તો હું આમ ને આમ જ રહીશ છેલ્લા શ્વાસ સુધી આમ જ રહીશ.
પણ એક દિવસ એવો આવ્યો કે એ મારાથી દુર થઇ ગઇ.

મારી એક નાનકડી ભૂલની કે મજાકની મને આટલી મોટી સજા મળી કે એ દિવસે જ્યારે મે એણે હંમેશા માટે ખોઈ દીધી. જ્યારે એણે એના મારા પ્રત્યેના પ્રેમની સાબિતી આપી. એ દિવસે હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારા ઘરેથી અમારા લગ્ન માટે હા કહી હતી પણ ત્યારે જ મારા એક મિત્રના કહેવાથી એના પ્રેમની પરિક્ષા લેવાનું વિચાર્યું. હજીએ કઈ મોડું નહોતું થયું એટલે નક્કી કર્યું કે આજે સાબિતી લઈ જ લેવી.

મારા મિત્રએ મારા ફોનથી એણે ફોન કરી કહ્યું કે મારો અકસ્માત થયો છે અને હાલત ખૂબ જ ગંભીર છે. આ સાંભળતા જ એ મારી પાસે આવવા નીકળી ગઈ, હું ક્યાં છું એ મેસેજ એણે કરી દીધો હતો એટલે અમે પહેલાથી જ ત્યાં જવા નીકળી ગયા. અમારે જાણવું હતું કે એના હાવભાવ શું છે.

જ્યારે એ ત્યાં આવી ત્યારે હું રોડની આ બાજુ ઉભો હતો. જેવી જ એની નજર મારા પર પડી એ મારી તરફ દોડી, એણે એ પણ ના જોયું કે રોડ પર વાહનોની અવરજવર ચાલુ છે અને એક પર ઝડપે આવતી કાર સાથે એ અથડાઈ ગઈ. આ બધું એટલી જલ્દી બની ગયું કે હું કઈ જ વિચારી ન શક્યો.

જ્યારે એ એના છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે એની આંખોમાં ગુસ્સો નહોતો ફક્ત પ્રેમ હતો અને ખુશી હતી કે હું સહી સલામત છું અને એના આખરી સમયે હું એની સાથે છું.

એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી કે મે એના પ્રેમની પરિક્ષા લીધી. હવે એણે મળીને મારી આ ભૂલની માફી માંગી એણે મારી બનાવવી છે. આ દુનિયામાં નહિ તો એ જે દુનિયામાં છે એ દુનિયામાં જઈને.

– કિંજલ પટેલ (કિરા)

અનમોલ પુત્રી રત્ન

આજે ફરી ઊંઘમાંથી અચાનક ઝબકીને જાગી ગઈ. આ પહેલીવાર નથી, મારી દરેક રાત આમ જ જાય છે. ફરીથી એ જ સ્વપ્ન અને ફરીથી એ જ ગ્લાનિભાવ. ૩૦ વર્ષ થઇ ગયા છે એ વાતને છતાં હું એ વાત નથી ભૂલી શકતી કે નથી પોતાને માફ કરી શકતી.

હજીતો સવારમાં ઉઠીને કિચનમાં ચા બનાવતી હતી એટલામાં મમ્મી, મમ્મીનો સાદ સંભળાયો. આ મમ્મી મમ્મી નો સાદ તો હું વર્ષોથી સાંભળતી હતી પણ આજે આ સાદથી અલગ જ પ્રકારની ખુશી મળી રહી હતી.

મારો દીકરો તો રોજ મને આમ જ બોલાવે છે. આજે મારી વહુ, મારી દીકરી એ મને આ રીતે બોલાવી મારા મનને ટાઢક આપી.

અમન હજી સુઈ રહ્યો હતો એટલે હું અમે રોશની સાથે નાસ્તો કરવા બેઠા. રોશની જેવી દીકરી પામીને મને બહું ખુશી થઈ રહી હતી એટલે મારું દુઃખ થોડું ઓછું થશે એવી આશા છે.

એ દિવસ મને હજીએ યાદ છે જ્યારે મને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. કેટકેટલું કહ્યું, કેટલી ના પાડી છતાંય મારા સાસુ નહોતા માન્યા અને મારા ગર્ભમાં બાળકી છે ખબર પડતા જ મને ગર્ભપાત માટે લઇ ગયા હતા.

એ દિવસે હું મારી બાળકીને નહોતી બચાવી શકી પણ આજે રોશનીને મેળવીને મારી એ ગ્લાનિ ભાવથી છુટકારો મળશે અને હવે કદાચ એ સપનાઓથી પણ.

મમ્મી, ક્યાં ખોવાઈ ગયા? મને વિચારોમાં ખોવાયેલ જોઈ રોશની એ પૂછ્યું. ત્યારે અનાયાસે જ મારાથી કહેવાઇ ગયું “કંઈ નહિ બેટા, બસ તારા વિશે જ વિચાર કરતી હતી.”

આમને આમ ક્યાંય સુધી અમે બંને વાતો કરતા રહ્યા, અચાનક મારી નજર ધડિયાળ પર પડી જોયું તો ૯:૦૦ વાગ્યા હતા એટલે રોશની અમનને જગાડવા ગઈ અને હું મારા કામે લાગી.

આજની સવાર મારા જીવનમાં એક નવી સવાર લઈને આવી છે. દીકરો તો મારી પાસે હતો જ આજે મને દીકરી પણ મળી ગઈ.

– કિંજલ પટેલ (કિરા)

मुझे तुम याद आते हो

जब जब इन आजाद लहरों को देखती हूं
तब तब मुझे तुम याद आते हो

जब जब इन रंगीन तितलियों को उड़ते देखती हूं
तब तब मुझे तुम याद आते हो

जब जब इन महकते सुंदर फूलों को देखती हूं
तब तब मुझे तुम याद आते हो

जब जब इन सुहानी शाम सौंदर्य को देखती हूं
तब तब मुझे तुम याद आते हो

जब जब में सांस लेती हूं
तब तब मुझे तुम याद आते हो

– किंजल पटेल (किरा)

તું મારી પાસે નથી

આ રંગનો તહેવાર કેવી રીતે ઉજવું,
જ્યારે તું મારી સાથે નથી

આ ગુલાબી ગાલ ના રંગ નું હું શું કરું,
જ્યારે તું મારી પાસે નથી

આ આંખના કાળા કાજળનું હું શું કરું,
જ્યારે તું મારી પાસે નથી

આ હાથની લાલ મહેંદીનું હું શું કરું,
જ્યારે તું મારી પાસે નથી

આ માથાની સફેદ મોગરાની વેણીનું હું શું કરું,
જ્યારે તું મારી પાસે નથી

આ શરીર પર લાગેલી પીળી પીઠીનું હું શું કરું,
જ્યારે તું મારી પાસે નથી

આ રંગીન પાનેતરનું હું શું કરું
જ્યારે તું મારી પાસે નથી

– કિંજલ પટેલ (કિરા)

મજા જ ભૂલી ગઈ

આજની પેઢી ફેશનમાં અટવાઈ,
સાદગીમાં વસેલી સુંદરતા ભૂલી ગઈ

વિડિયો અને મોબાઈલ ગેમ્સમાં ફસાઈ,
ગિલ્લી ડંડો, સંતાકૂકડી અને પંચિકા ભૂલી ગઈ

ડિસ્કો ડાંસના પશ્ચિમી કલ્ચરમાં ભરમાઈ,
રાસ, ગરબા અને દાંડિયા ભૂલી ગઈ

કોંટિનેંટલ અને ફાસ્ટ ફૂડમાં એવી તે ચકરાઈ,
ભીંડાની કઢી અને રોટલાનો સ્વાદ જ ભૂલી ગઈ

એડવેન્ચર ના નામ પર આ જિંદગી એવી તે વહેંચાઈ
ગામ અને પાદરમાં ફરવાની મજા જ ભૂલી ગઈ

– કિંજલ પટેલ (કિરા)

प्यार है

वो कहते थे हम कभी खुश रह नही पाएंगे उनके साथ,
अब उन्हे कोन बताए कि हमे इस उदासी से प्यार है

वो कहते थे हम कभी हस नही पाएंगे उनके साथ,
अब उन्हे कोन बताए कि हमे इन आंसुओ से प्यार है

वो कहते थे हम कभी रह नही पाएंगे उनके साथ,
अब उन्हे कोन बताए कि हमे इस अकेलेपन से प्यार है

वो कहते थे हम कभी जी नही पाएंगे उनके साथ,
अब उन्हे कोन बताए कि हमे ऐसे मरने से प्यार है

वो कहते थे हम कभी हासिल कर नही पाएंगे उनका साथ,
अब उन्हे कोन बताए कि हमे फिर भी उनसे प्यार है

किंजल पटेल (किरा)

સોંસરવી દિલમાં ઉતરે

તારી એ વાત સોંસરવી દિલમાં ઉતરે,
જ્યારે તું મને અવિશ્વાસની નજરથી જુએ

તારી એ નજર એક ઊંડો ઘા કરે,
જ્યારે એ નજર માં ગુસ્સો હોય મારી માટે

તારા એ હાવભાવ મારા મનને ચીરી નાખે,
જ્યારે તું મને તારાથી દૂર કરવાની કોશિશ કરે

તારા એ વિચાર મને દુઃખી કરે,
જ્યારે તું મને ચાહીને અવગણે

તારો એ ઢોંગ મને કાંટાની જેમ વાગે,
જ્યારે તું તારી લાગણીઓને મારાથી છૂપાવે

– કિંજલ પટેલ (કિરા)

મારા ગયા પછી

જે ઘરમાં આપણી અસંખ્ય યાદો છે,
તારું એ ઘર તને સુનું લાગશે,
મારા ગયા પછી

જ્યારે તકલીફમાં પહેલા હું યાદ આવતી,
એ તકલીફો તને બમણી લાગશે,
મારા ગયા પછી

જેટલી પણ સુખદ ક્ષણ છે તારી પાસે,
એનો તને ભાર લાગશે,
મારા ગયા પછી

જ્યારે તને આપણો સંવાદ યાદ આવશે,
દરેક શબ્દ તને કાંટાની જેમ ચુભશે,
મારા ગયા પછી

મને આપેલા ખોટા વચન તને યાદ આવશે,
જે જીવનભર તારી સાથે ચાલશે,
મારા ગયા પછી

– કિંજલ પટેલ (કિરા)

જરૂર પડે

તારા નામના ઉચ્ચારણ સાથે જ હિચકી આવે,
ત્યારે એક હળવી થપકીની જરૂર પડે

તું સાથે નથી એ વિચારતા જ મનમાં ચિંતા ઉભરાઈ આવે,
ત્યારે એક પ્રેમભર્યા પુકારની જરૂર પડે

તને તકલીફમાં જોઈ આ આંખ ભરાઈ આવે,
ત્યારે એક હુંફભર્યા સ્પર્શની જરૂર પડે

તારી યાદોમાં જીવતા આ મનને મુંઝારો થઇ આવે,
ત્યારે એક મુક્ત આલિંગનની જરૂર પડે

તારું પ્રતિબિંબ જોતા તું પાસે નથી એ યાદ આવે,
ત્યારે આપેલા સપ્તપદીના વચનની જરૂર પડે

– કિંજલ પટેલ (કિરા)

એક જ છે

શૂન્ય અને અનંતની વ્યાખ્યા કેમ સમજાવવી,
અંત અને આરંભની રાશી એક જ છે

પ્રેમ અને ભક્તિની પરિપક્વતા કેમ સમજાવવી,
પીડા અને પ્રસાદની રાશી એક જ છે

ત્યાગ અને અનુકંપાની પરાકાષ્ઠા કેમ સમજાવવી,
ભક્ત અને ભગવાનની રાશી એક જ છે

સુખ અને દુઃખ ની પરિભાષા કેમ સમજાવવી,
આનંદ અને આંસુની રાશી એક જ છે

કૃષ્ણ અને દ્વારિકાધીશ ની પ્રીત કેમ સમજાવવી,
રાધા અને રુક્મિણી ની રાશી એક જ છે

– કિંજલ પટેલ (કિરા)